Advertisement

SS CYBER CAFE (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ની સામે ભડભૂંજા ) +91 9106145166

નમો લક્ષ્મી યોજના 2024

 *નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.


1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.

2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.

3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.

4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.

5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.

6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.

7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.

8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.


ઠરાવ

પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે.


૧. યોજનાનું નામ :

આ યોજનાનું નામ 'નમો લક્ષ્મી યોજના” રહેશે.


૨. લાભાર્થીની પાત્રતા:

રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે. 


a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ હમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા


b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ ૧ થી ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા


c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-૮ પૂર્ણ કર્યા બાદ ધોરણ હમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોય.


૩. મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.


a) ધોરણ ૯ અને ૧૦ના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૯ અને ૧૦ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. 4,000/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦0/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કર્યોથી મળવાપાત્ર રહેશે.


૭) ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. 30,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭.૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.


૪. સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા:

1. આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી. શાળાઓ રહેશે.


2. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમી લક્ષ્મી" પોર્ટલ બનાવવાનું રહેશે.


૩. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.


4. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ ૯ થી ૧૨માં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.


નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થિનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.


6. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય


હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેરો અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન, જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.


7. ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.


8. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ? વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૯ થી ૧૨માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ 3/5 હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થિનીઓનું પાત્રતાનું પોરણ પારા-રમાં જણાવ્યા પ્રમાણે જ રહેશે.


9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જયાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થિનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમ્યાન જે વિદ્યાર્થિનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦% નહી જળવાતી હોય તેવા વિદ્યાર્થિનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.


10. કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થિની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાબોમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થિનીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં


11. રિપીટર વિદ્યાર્થિનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતા વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થિની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે, વર્ષ ૨૦૨૪-૨૫ની રિપીટર વિદ્યાર્થિનીઓને ધીરણ-૮નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે.


12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીણું કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે.


13. વિદ્યાર્થીન સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સસ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ


આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.



ફ્રોમ શાળામાં જ ભરાશે

::જરૂરી પુરાવા::

  • વિધાર્થીનીનુ આધાર કાર્ડ 
  • વિધાર્થીનીના માતાનું આધાર કાર્ડ 
  • જન્મનું પ્રમાણપત્ર
  • વિધાર્થીની બેન્ક પાસબૂક અથવા વાલીની બેન્ક પાસબૂક 
  • વાર્ષિક ૬ લાખ થી ઓછી આવકનું પ્રમાણપત્ર 


અગત્યની લીંક:-

નમો લક્ષ્મી યોજના ઠરાવ ડાઉનલોડ કરવા અહીં અહીં ક્લિક કરો.


WhatsApp Group Join


Instagram Account

Post a Comment

0 Comments